તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 4th December 2024
અંકલેશ્વરમાં પાડોશીએ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો :બે માસનો ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો
પરિણત દરજીએ પાડોશમાં રહેતી સગીરાને ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક પરિણત દરજીએ પોતાના પાડોશમાં રહેતી સગીરાને ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંકલેશ્વરમાં રહેતો અલ્કેશ (37) નામનો યુવક દરજી કામ સાથે સંકળાયેલો છે. જેણે પોતાના પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તે સગીરાને અલગ-અલગ સ્થળે મળવા બોલાવીને તેની સાથે શરીર સબંધ બાંધતો હતો.
છેલ્લા કેટલાક સમયથી સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તેણે માતાને જાણ કરતાં તેઓ દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મેડિકલ ટેસ્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું અને તેના પેટમાં 2 માસનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. જેથી સગીરાની માતા ચોંકી ઉઠી હતી.
આ બાબતે માતાએ પૂછપરછ કરતાં સગીરાએ અલ્કેશનું નામ આપ્યું હતુ. ગત સપ્ટેમ્બર મહિનામાં સગીરા પોતાની બહેનપણી સાથે અલ્કેશને મળવા ગઈ હતી. આ સમયે બહેનપણીને રસ્તામાં ઉભી રાખીને અલ્કેશ સગીરાને ઝાડીઓમાં ખેંચી ગયો હતો, જ્યાં તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ ફરીથી આજ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. જે બાદ ઑક્ટોબર મહિનામાં પણ હવસખોર અલ્કેશે પોતાના મિત્રના ઘરે લઈ જઈને સગીરા સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો.
આખરે માતાએ સમજાવતા સગીરાએ અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને નરાધમ અલ્કેશને સુરતથી ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે સગીરાએ દર્શાવેલ સ્થળોનું પંચનામું તેમજ તબીબના રિપોર્ટ સહિતના પુરાવા એકત્ર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
