તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 4th December 2024
અરબ સાગરમાં વેલમાર્ક લૉ પ્રેશર સક્રિય : રાજ્યમાં હવામાન પલટાશે:શુક્રવાર સુધીમાં માવઠાની શક્યતા
ગુજરાતના 60% ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે:મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા રાજ્યના ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી

અમદાવાદ :ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં હજુ સુધી ગુજરાતમાં શિયાળો જામ્યો નથી. માત્ર સવારે અને સૂર્યાસ્ત બાદ કેટલાક ભાગોમાં ઠંડીનો સામાન્ય ચમકારો જોવા મળે છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલું 'ફેંગલ' નામનું વાવાઝોડું તમિલનાડુના કાંઠે લેન્ડ ફૉલ થયા બાદ આગળ વધ્યું છે. જેના કારણે તમિલનાડુ, પોંડીચેરી, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ વરસ્યો છે. જે પૈકી તમિલનાડુ અને પોંડીચેરીમાં તો અતિ વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. હાલ આ 'ફેંગલ' વાવાઝોડું નબળું પડીને આગળ વધ્યું છે.
અત્યારે 'ફેંગલ' કર્ણાટકથી 30 કિમી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં પ્રવેશી ચૂક્યું છે, પરંતુ તે નબળું પડી ગયું છે. આ સાયક્લોન અત્યારે વેલ માર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. આ વેલ માર્ક લો પ્રશેર અત્યારે કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે. જે ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે તેના કારણે ગુજરાતને કોઈ મોટો ખતરો નથી.
આજથી જ ગુજરાતના ઘણાં ભાગોમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. હજુ 6-7 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. જેમાં ગુજરાતના 60 ટકા વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
