તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતને કારણે મોટો ટ્રાફિકજામ સર્જાયો
અકસ્માતના કારણે આશરે બે કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ થયો: ટ્રાફિકમાં ફસાઈ ગયેલા વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ

વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઇવે ઉપર ઘણી વખત ટ્રાફિક જામની સમસ્યા ઉદભવતી હોય છે. તેવામાં વધુ એક વખત અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર એક થયેલા અકસ્માતને કારણે મોટો ટ્રાફિકજામ થયો છે. જેના કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.
વડોદરા શહેર નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઉપર છાસવારે ટ્રાફિકનું ભારણ હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. ઘણી વખત તો નાના-મોટા અકસ્માતોને કારણે પણ આ હાઇવે ઉપર તેની અસર વર્તાતા કલાકો સુધી આ હાઇવે ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને ફસાઈ જવાનો વારો પણ આવે છે. તેવામાં આજરોજ ફરી એક વખત થયેલા અકસ્માતમાં કલાકો સુધી ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે સવારે ચાર વાગ્યાથી જ મોટો ટ્રાફિકજામ થયો હતો. આ એક્સપ્રેસ હાઈવે ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે. તેવામાં આજરોજ થયેલા અકસ્માતના કારણે પણ આશરે બે કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ થયો હતો.
આ ટ્રાફિકમાં ફસાઈ ગયેલા વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. હાલા અકસ્માતને પગલે દોડી આવેલ ટ્રાફિક પોલીસે ટ્રાફિકને હળવો કરવા કવાયત હાથ ધરી છે. જોકે યોગ્ય જવાબ નહીં આપતા હોવાના પણ વાહન ચાલકોએ આક્ષેપ કર્યા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
