તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
યાત્રાધામ બહુચરાજી મંદિરમાં માઈભકતો દર્શનાર્થે ઉમટી પડ્યાં:10 હજારથી વધુ ભાવિકોએ રસ રોટલીનો પ્રસાદ લીધો
માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની યાદમાં શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર અને બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી મંદિરમાં ધાર્મિક મહોત્સવ

યાત્રાધામ બહુચરાજીમાં ગઇકાલે સવારથી બહુ મોટી સંખ્યામાં માઈભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની યાદમાં શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર અને બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટના સ્મરણમાં યાત્રાધામ બહુચરાજી માતાના મંદિરમાં મંગળવારે સવારે મંગળા આરતી બાદ માતાજીનો ગોખ લાડુથી ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10-30 કલાકે મુખ્ય મંદિર, વરખડી વાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ માં બહુચર સન્મુખ છપ્પન ભોગથી અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. બહુચરાજી મંદિરમાં સવારે માતાજીને થાળ ધરાવ્યા બાદ 10-30 કલાકથી પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી.
10 હજારથી વધુ માઈભકતોએ પ્રસાદનો લાભ લીધો હોવાનો અંદાજ છે. માતાજીના પ્રસાદનો લાભ લેવા માટે દૂર દૂરથી બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતાં. શ્રી બહુચર આનંદ ગરબા મંડળના સભ્યો, બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્વયં સેવકો સવારથી ખડે પગે ઊભા રહી સમગ્ર રસ-રોટલીના મહોત્સવને સફળ બનાવ્યો હતો.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
