તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 4th December 2024
દેશભરમાં ૧૨મી પછી ઠંડીની અસર વર્તાશે
આ વખતે ડિસેમ્બરનું પહેલું અઠવાડીયું ૧૦ વર્ષમાં સૌથી વધુ ગરમ તાપમાનવાળું રહ્યું

અમદાવાદઃ મોટા ભાગે ડિસેમ્બરની શરૂઆત થતાં જ પહેલા સપ્તાહે તાપમાન ૨૪-૨૬ ડિગ્રી આસપાસ રહેતું હોય છે. આ ડિસેમ્બરમાં પણ તાપમાન ૭ તારીખ સુધી ૨૬ ડિગ્રીથી નીચું જવાની કોઈ સંભાવના નથી ત્યારે તાપમાન ૨૬-૨૭ ડિગ્રી આસપાસ રહેવાના એંધાણ છે. વર્ષ ૨૦૧૧ થી અત્યાર સુધી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મૌસમમાં કોઈ વધારે ફેરફાર દેખાયો નથી તો આ વખતે ડિસેમ્બરનું પહેલું અઠવાડિયુ સૌથી ગરમ રહ્યું છે. આગામી પાંચ દિવસ સુધી હજુ કોઈ ઠંડીના એંધાણ નથી ત્યારે ૧૨-૧૫ ડિસેમ્બર પછી દેશમાં ઠંડીની અસર વર્તાશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
દેશના મોટા ભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. મોટા ભાગના રાજ્યોમાં તાપમાનમાં માત્ર ૩-૫ ડિગ્રી જેટલો જ ઘટાડો નોંધાયો છે. મોટા ભાગે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તાપમાન ૨૪-૨૬ ડિગ્રી આસપાસ રહે છે પરંતુ આ વખતે તાપમાન ૨૬ ડિગ્રીથી નીચું જવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. આ વખતે ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયુ પાછલા દસ વર્ષમાનું સૌથી ગરમ તાપમાનવાળું રહયું છે. ઓકટોબર અને નવેમ્બર મહિનામાં વરસાદ ન થવાને લીધે ઠંડીની શરૂઆત મોડી થઈ રહી છે. તો આગામી ૧૨-૧૫ ડિસેમ્બર પછી ઠંડી પાડવાની શકયતા રહેલી છે. ઠંડી માટે ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વરસાદ થાય એ જરૂરી છે. આ વખતે પヘમિથી ફૂંકાતા પવનોની અસર ઉત્તર ભારત પર નથી થઈ રહી અને એટલે જ આ વિસ્તારોમાં હજુ ઠંડીનું આગમન થયું નથી.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પヘમિ બંગાળમાં ગંગા તળેટીના વિસ્તારો, બિહાર, પંજાબ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને આંધપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં માત્ર સામાન્યથી માત્ર ૩-૫ ડિગ્રી ઘટયું છે.હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પヘમિ મધ્ય પ્રદેશના અમુક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી ૫-૩ ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું હતું. તો પૂર્વીય ઉત્તર -દેશના અલગ અલગ વિસ્તારો જેવા કે આસામ અને મેઘાલય તથા સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ અને ગોવામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી માત્ર ૧-૩ ડિગ્રી ઓછું થયું છે. આગામી પાંચ દિવસોમાં ઉત્તર-પヘમિ અને પૂર્વ ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી.
હવામાન વિભાગ અનુસાર આગામી ૩ દિવસોમાં મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી વધારો થવાની સંભાવના છે. દિલ્હી અને એનસીઆરના તાપમાનમાં પણ બે ડિગ્રીનો વધારો થયો છે. દિલ્હીમાં અધિકતમ તાપમાન ૨૪-૨૭ અને લઘુતમ તાપમાન ૧૦-૧૩ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
