<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

સાવધાન.. ખાસ પ્રકારની કીટ કોરોના માફક ડ્રગ્‍સનું સેવન કર્યુ છે કે કેમ? તેની જાણ એસઓજીની ટીમને કરી આપશે...

ડ્રગ્‍સ વિરૂદ્ધનો જંગ હવે પરાકાષ્‍ઠાએ, ગૂજરાતમાં સહુ પ્રથમ એન્‍ટી નાર્કોટિક્‍સ યુનિટની રચનાના પગલે પગલે હવે સુરત સીપી અનુપમસિંહ ગેહલોત વધુ એક ડગલું આગળ વધ્‍યા... નવા વર્ષની ઉજવણીના દિવસો પહેલા જ ડ્રોન ચેકીંગ સાથે મોંઢાની લાળ ચાડી ખાઇ જશે ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાદ્યવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમ મેદાને પડશે

રાજકોટ તા.  ગુજરાતમાં સહુ પ્રથમ વખત સુરતમાં એન્‍ટી નારકોટિકસ યુનિટની રચના કરનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાઈ જતા રોકવા માટે વધુ એક સરાહનીય કદમ માંડ્‍યું છે. શરાબનું સેવન કરનાર વ્‍યક્‍તિને ઓળખવા માટે જે પ્રકારે બ્રિધિંગ મશીન આવે છે, તેજ પ્રકારે નવા વર્ષની ઉજવણી પહેલા જ વિવિધ રોડ પર  ડ્રગ્‍સ ચેકીંગ કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.                 

આ માટેની જવાબદારી એસઓજી વિભાગને ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાદ્યવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમ સાંભળશે.             

ખાસ પ્રકારની આ કીટ અંદાજે ૧૫ લાખની કિંમતની છે, વ્‍યક્‍તિના મોઢામાં કોરોના સમયે જે રીતે મોઢા દ્વારા ચેકીંગ કરવામાં આવતું તે દ્વારા આ ચેકીંગ કરવામાં આવશે. મોઢાની લાળ દ્વારા ડ્રગ સેવન કર્યું છે કે કેમ? તે નક્કી કરવામાં આવશે. આ ખાસ પ્રકારની કિટનાં પરીક્ષણમાં (રિપોર્ટ) પોઝિટિવ આવશે તો આગળની ફૂલપ્રૂફ પુરાવા તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે, તેમ ડીસીપી રાજદીપસિહ નકુમે જણાવ્‍યું છે.

સૂરતમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત ડ્રગ્‍સ અને શરાબ પકડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવા સૂચવ્‍યું છે. અત્રે એ યાદ રહે કે સુરતના હાલના પોલીસ કમિશનર જયારે પ્રથમ વખત વડોદરામાં કમિશનર નિમાયેલ તે સમયે સમયે સંખ્‍યાબંધ વાલીઓ દ્વારા રડતી આંખે પોતાના સંતાનો અવડે માર્ગે ફંટાયા બાબતની રજૂઆત કરેલ. ઉકત રજૂઆત સંદર્ભે વિવિધ પગલાંઓ સાથે વિદેશથી ખાસ પ્રકારની કીટ મંગાવેલ, જેની અન્‍ય રાજયો દ્વારા નોંધ લેવામાં આવેલ.

(4:16 PM IST)