<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

વડોદરા-હાલોલ અને અડાલજ-મહેસાણા હાઈવેના ટોલનાકે કોમર્શીયલ વાહનો ટોલ નહીં ચૂકવેઃ ૨૧મીથી અમલ

બંને હાઈવે બનાવવા પ૦૦ કરોડના ખર્ચ સામે ૩ હજાર કરોડ ઉધરાવી લેવાયાઃ અખીલ ગુજરાત ટ્રક-ટ્રાન્‍સપોર્ટ એસો.નો આક્ષેપ

અમદાવાદ, તા.૪: રાજ્‍યના વડોદરા-હાલોલ તથા અડાલજ-મહેસાણા હાઈવેના બંને ટોલનાકે કોમર્શીયલ વાહનો ટેક્ષ નહીં ચૂકવેનું અખીલ ગુજરાત ટ્રક-ટ્રાન્‍સપોર્ટ એસોસીએશને જાહેર કર્યુ છે. એસોસીએશને આક્ષેપ કર્યો છે કે, આ રોડ બનાવવા પ૦૦ કરોડના ખર્ચ સામે અત્‍યાર સુધીમાં ૩ હજાર કરોડ ઉઘરાવી લેવામાં આવ્‍યા હોવાનું વીટીવીમાં પ્રસારીત થયું છે.

જેમાં રાજ્‍યના ૧૬ લાખ કોમર્શીયલ વાહન ચાલકો પણ બહિષ્‍કાર કરશે. ર૧ ડિસેમ્‍બરથી બંને ટોલનાકા પર ટેક્‍સનો બહિષ્‍કાર કરવામાં આવશે. બંને રોડ પર ર૦૦૧-૨થી કર વસુલવામાં આવી રહ્યો હોવાનું પણ અખિલ ગુજરાત ટ્રક-ટ્રાન્‍સપોર્ટ એસોસીએશને જણાવ્‍યું હતું.

(3:34 PM IST)