તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
અઢી ડિગ્રી જેટલું તાપમાન વધતા ઠંડકમાં સામાન્ય ઘટાડો
હજુ પાંચેક દિવસ આવુ જ વાતાવરણ રહેશેઃ તાપમાનમાં વધઘટ થશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, તા., ૪: રાજ્યમાં સરેરાશ અઢી ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. આ તરફ નલિયામાં લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી રહ્યું, કંડલા એરપોર્ટ અને ડીસામાં ૧૪.૬ ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી રહ્યું છે. મહત્વનું છે કે, આગામી ૩ થી ૫ દિવસ તાપમાન સ્થિર રહેવાની આગાહી કરાઇ છે .ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિગતો મુજબ ૨ થી અઢી ડીગ્રી તાપમાન વધતા ઠંડી ઘટી છે. આ તરફ રાતે ઠંડી જ્યારે બપોરે ગરમી જેવો માહોલ રહ્યો છે. આ તરફ કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રી રહ્યુ છે. આ સાથે કંડલા એરપોર્ટ અને ડીસામાં ૧૪.૬ ડીગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૮.૬ ડીગ્રી રહ્યુ છે.હવામાન વિભાગે કરી છે મોટી આગાહી
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શકયતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શકયતાઓ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઆ ે છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ૫ દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શકયતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશનના કારણે ભેજના લીધે અને વાવાઝોડાની અસરના લીધે છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદમાં છાંટા થવાની શકયતાઓ રહેલી છે. ગુજરાતના ભાગોમાં ચાર પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા થઈ શકે અને વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે.તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શકયતાઓ રહે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૪થી ૧૫ ડિગ્રી રહી શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા રહે છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. ૧૪થી ૧૮ ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શકયતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
