તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો : રાજ્ય સરકારની જાહેરાત
આ વધારાનો અમલ એક જુલાઈ 2024 થી ગણાશે : મોંઘવારી ભથ્થુ 53 ટકા થયું

રાજકોટ તા.૪ : રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે મોંઘવારી ભથ્થું 53 ટકા થયું છે આ વધારાનો અમલ એક જુલાઈ 2024 થી ગણાશે.
ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને મોંઘવારી ભથ્થામાં વધારા અંગેની જાહેરાત કરવામાં આવી છે જેનાથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશાલી છવાઈ ગઈ છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
