<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ રાજકોટમાં 1489 રૂપિયા બોલાયો : જાણો અન્ય 46 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 5,436.35 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 5,436.35 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1570 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1489 રૂ. અને નીચો ભાવ 1240 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1540 રૂ., બાબરામાં 1500 રૂ., ગોંડલમાં 1496 રૂ., હિંમતનગરમાં 1494 રૂ., જેતપુરમાં 1491 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,436.35 ટન કપાસની આવક થઇ છે.

(7:50 PM IST)