<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

સ્ટેટ GST વિભાગના રાજ્યવ્યાપી દરોડા: 186 કરોડથી વધુની કરચોરીનો ભાંડો ફૂટ્યો

દરોડામાં રાજકોટના પ્રજ્ઞેશ મનહર કંતારીયાની ધરપકડ:બોગસ ખરીદીઓના આધારે ઇન્ફીનીટી એક્ષીમે 34 કરોડથી વધારેની વેરાશાખ ભોગવી હતી

અમદાવાદ : સ્ટેટ GST વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. GST વિભાગે સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 186 કરોડથી વધુની કરચોરીનો ભાંડો ફૂટ્યો છે. ફોરચ્યુન કોપર ઇન્ડસ્ટ્રી અને ઇન્ફીનીટી એક્ષીમ સહિત 14 કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા.

 કરચોરીને લઈને પાડવામાં આવેલા આ દરોડામાં રાજકોટના પ્રજ્ઞેશ મનહર કંતારીયાની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ખરીદીઓના આધારે ઇન્ફીનીટી એક્ષીમે 34 કરોડથી વધારેની વેરાશાખ ભોગવી હતી. તો ફોરચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીના ભાગીદાર સંદીપ વિરાણીની અગાઉ ધરપકડ થઇ ચુકી છે.

(9:30 PM IST)