<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને મોટો ખુલાસો : રોકાણકારોમાં શુભમન ગિલ અને રાહુલ તિવેટીયાનું પણ નામ

5થી 6 ક્રિકેટરોએ BZ ગ્રૂપમાં નાણા રોક્યા હોવાનો ખુલાસો:ગુજરાત અને ગુજરાત બહારના ખેલાડીઓના પણ નામ સામેલ : ક્રિકેટરોએ 1 લાખથી 1 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું.

BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને મોટો ખુલાસો થયો છે. જેની આશંકા છેલ્લા થોડા દિવસોથી સેવાઈ રહી હતી. જેની વાતો ચાલી રહી હતી. આખરે કૌભાંડીના કારનામાની કિતાબમાંથી હવે ક્રિકેટરોના નામ સામે આવી ગયા છે. કૌભાંડીના BZ ગ્રુપમાં રોકાણ કરીને ક્રિકેટરોએ પણ નાણા ગુમાવ્યા છે.

    રોકાણકારોમાં ક્રિકેટર શુભમન ગિલ અને રાહુલ તિવેટીયાનું પણ નામ છે. આ ઉપરાંત 5થી 6 ક્રિકેટરોએ BZ ગ્રૂપમાં નાણા રોક્યા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત અને ગુજરાત બહારના ખેલાડીઓના પણ નામ છે. ક્રિકેટરોએ 1 લાખથી 1 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું.

(9:41 PM IST)