<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

તિલકવાડા તાલુકાની ગુમ થયેલ મહિલાને ગારીયાધારથી શોધી પરીવારજનોને સોંપતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ નર્મદા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:તિલકવાડા તાલુકાનાં વાકોલ ગામની મહિલા ત્રણ માસ પહેલાથી ગુમ થયેલ હોય જેની ફરિયાદ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં કરતા આં મહિલાને ભાવનગર થી શોધી કાઢી નર્મદાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
    પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધીક્ષક નર્મદા પ્રશાંત સુંબેએ હાલમાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેમના માતા-પિતાને સોંપવા તથા ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા સારૂ અસરકારક કામગીરી કરવાની સુચના અને માર્ગદશન અનુસંધાને  આર.જી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓ દ્વારા જીલ્લાના ગુમ થયેલ બાળકો તથા વ્યક્તિઓની શોધખોળ કરવા સારૂ સુચના આપતા તિલકવાડા પોલીસ સ્ટેશનમાં વાંકોલ ગામના કોકિલા શૈલેષ ભીલ કોઇ કારણોસર પોતાના ઘરેથી ક્યાંક જતા રહેલ હોવાની જાહેરાત તેમના પતિ શૈલેષભાઈ નગીનભાઈ ભીલ દ્વારા  તિલકવાડા પો.સ્ટે.માં જાણવાજોગ  ફરિયાદ આપેલ જે અનુસંધાને એલ.સી.બી. ટીમના પોલીસ માણસોએ જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓની તપાસ કરતાં તથા ટેકનિકલ સર્વિલન્સના આધારે માહીતી મળેલ કે આં કોકિલાબેન  ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામે રહેતા હોય જે અન્વયે એલ.સી.બી.ની ટીમને પરવડી ગામ ખાતે મોકલી પોલીસ ઝડપી તેમના પરિવાર ને મુલાકાત કરી આં બેન કેમ ઘર છોડી ગયા હતા.તે આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

(10:09 PM IST)