<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ગરૂડેશ્વર પો.સ્ટેના અપહરણના ગુનામાં આરોપી તથા ભોગ બનનારને પકડી પાડતી એલ.સી.બી. નર્મદા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડીનાં યુવાન યુવતીના અપહરણનાં કેશમાં નર્મદા એલસીબી ટીમે મહેસાણા થી બંને ને ઝડપી પાડયા હતા

    નર્મદા પોલીસ અધીક્ષક પ્રશાંત સુબે, એ હાલમાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેમના માતા-પિતાને સોંપવા તથા ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા સારૂ અસરકારક કામગીરી કરવાની સુચના અને માર્ગદશન અનુસંધાને જેથી આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓ દ્વારા જીલ્લાના ગુમ થયેલ બાળકો તથા વ્યક્તિઓની શોધખોળ કરવા સારૂ સુચના આપતા ટેકનીકલ સર્વેલન્સ ના આધારે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહારનાં નોંધાયેલ ગુનાના કામના ફૂલવાડી નાં દેવરાજ પ્રભુ તડવી તથા ભોગબનનારને મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતેથી પકડી આગળની કાર્યવાહી અર્થે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં સોપેલ છે.

(10:10 PM IST)