<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

હિંદુઓએ હમ દો હમારે દો નહિ પણ હમ દો હમારે ચાર કરવું પડશે : સિધ્ધેશ્વરદાસજી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રાજપીપળામાં હિંદુઓની વિશાળ રેલી સાથે કલેક્ટરને આવેદન

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં રાજપીપળા સફેદ ટાવરથી નર્મદા જિલ્લા સેવા સદન સુધી સાધુ સમાજ, વિવિધ હિંદુ સંગઠનો અને જિલ્લાના હિંદુ આગેવાનોએ સુત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત સરકાર આ મુદ્દે રજુઆત કરે, બાંગ્લાદેશના હિંદુઓને બચાવે એવી માંગ કરી હતી.
આ બાબતને હિંદુ ધર્મ સેનાના વરિષ્ઠ આગેવાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સિધ્ધેશ્વરદાસજી મહારાજે જણાવ્યું હતું કે હવે હિંદુઓએ હમ દો હમારે દો નહિ પણ હમ દો હમારે ચાર કરવું પડશે, હિંદુઓ વસ્તી નહી વધારે તો ખતરામાં આવશે.હિંદુઓ ક્યારેય કાયર નથી, જરૂર પડે તો માળા ફેરવવા વાળા ભાલા પણ ફેરવી જાણે છે.બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી વીણી વીણીને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.આપણા આશીર્વાદથી ઉભા થયેલા બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવવી જોઈએ.
સાધુ સંતો પર અત્યાચાર સહન કરવામાં આવશે નહીં. બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ઈસ્કોનના સંતોને પણ મુક્ત કરવામાં આવે અને રાષ્ટ્ર દ્રોહનો ગુનો રદ કરવામાં આવે.ત્યાં તાજેતરમાં જ હિંદુઓના પવિત્ર ત્રણ મંદિરો પર ઈસ્લામી ટોળાંએ હુમલો પણ કર્યો હતો. જો હિંદુઓની વસ્તી નહિ વધે તો ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે

(10:18 PM IST)