News of Wednesday, 4th December 2024
અંકલેશ્વર GIDCમાં બ્લાસ્ટ થતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી
અમારું માનવું છે કે સેફટી ઇન્સ્પેક્ટર અહીંયા રેગ્યુલર વિઝીટ કરતા નથી:જે સેફટીના સાધનો કારીગરોને આપવા જોઈએ તે પણ આપવામાં આવ્યા હોય તેવું નથી લાગતું: મૃતકોના પરિવારને 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે: ચૈતર વસાવા

(ભરત શાહ દ્વારા )રાજપીપળા : અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના ઘટી. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન આ બ્લાસ્ટ થયો. આ ઘટનામાં નજીકમાં કામ કરી રહેલ 4 કામદારોના મોત થયા. એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી સાથે સાથે જગ્યા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ હાજરી આપી અને પરિવારની મુલાકાત લીધી અને યોગ્ય વર્તન મળવું જોઈએ એવી તંત્ર અને કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારજનો સાથે બપોરથી 2:30 વાગ્યાથી લઈને રાત્રે 11:00 વાગ્યા સુધી ત્યાં સ્થળ ઉપર હાજર રહ્યા હતા.
આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીમાં બ્લાસ્ટ થયો આ ઘટનામાં અહીં કામ કરી રહેલા ચાર કારીગરોની મોત થયા છે. સાડા ચાર વાગ્યા સુધી કોઈપણ પરિવારજનોને જણાવવામાં નતું આવ્યું કે કોની મૃત્યુ થઈ છે. અત્યારે અમારા આવ્યા બાદ મેનેજમેન્ટએ ચાર લોકોના નામ આપ્યા. અમે જોયું છે કે આ રીતની અનેક ભૂલો જીઆઇડીસીમાં વારંવાર થઈ રહી છે.
અમારું માનવું છે કે સેફટી ઇન્સ્પેક્ટર અહીંયા રેગ્યુલર વિઝીટ કરતા નથી. સાથે સાથે જે સેફટીના સાધનો કારીગરોને આપવા જોઈએ તે પણ આપવામાં આવ્યા હોય તેવું નથી લાગતું. માટે અમારી માંગ છે કે દરેક પરિવારને એક કરોડનું વળતર આપવામાં આવે અને આ સાથે સાથે ગાઈડલાઈન પ્રમાણે જે પણ વીમા પોલિસીની રકમ મળવી જોઈએ તે પણ પરિવારને તાત્કાલિક ચૂકવવામાં આવે. કંપની દ્વારા એમને ની જેવો ચાર-પાંચ લાખ રૂપિયા વર્તર આપવાની વાત કરતા હતા પરંતુ ચૈતર ભાઈ વસાવા સ્થળ પર ઉભા રહીને કંપની પોલીસી 1 કરોડ રૂપિયા અને કંપની તરફથી એક વ્યક્તિ દિઠ ત્રીસ લાખ રૂપિયા કંપની તરફથી વળત આપશે એવી બાહેદરી લેખિતમાં લીધી હતી
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
