<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ધનોર ગામના વ્યક્તિએ પરત આવેલ ગાયના રૂપિયા નહી આપી શકતા ફાંસો ખાઈ આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા ધનોર ગામના એક વ્યક્તિએ ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

    મળતી માહિતી અનુસાર કપીલાબેન લલ્લુભાઇ વસાવા (રહે.ધનોર) નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પતિ લલ્લુભાઇ શનાભાઇ વસાવા (ઉ.વ.૫૫)( રહે-ધનોર ઢાળ ફળીયુ તા-દેડીયાપાડા જી- નર્મદા )નાઓની ગાય છ માસ પહેલા રાંભવા ગામે વેચાણ આપી હોય જે ગાય ગાંભણ ન થતા ગાયને પરત લલ્લુભાઇ ના ઘરે મુકી ગયા બાદ લેનાર ને ગાયની કિંમતના રૂપિયા પોતે પરત કઇ રીતે આપીશે તે વાત તેમને મનમા લાગી આવતા પોતાના ઘરે પોતાની જાતે દોરડા વડે ગળે ફાસો ખાઇ લેતા દવાખાને સારવાર માટે લઇ જતા ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કર્યા હોય દેડીયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:20 PM IST)