<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

વડોદરામાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર ડ્રાઈવરને પોલીસે દબોચી લીધો

સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે કારચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના સમા એબક્સ સર્કલ પાસે ફરજ પર હાજર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને એક અજાણ્યો કારચાલક સિગ્નલ તોડી આવ્યા બાદ તેઓએ રોકવાનો પ્રયાસ કરતા તેણે પોલીસ કર્મચારી ઉપર કાર ચડાવી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે કારચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ટ્રાફિક સિગ્નલ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સમા એબેક સર્કલ પર હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પોતાની ફરજ બચાવી રહ્યા હતા. આ દરમિયાન એક કાળા કલરની કાર લઇ ચાલકે સિગ્નલ તોડતા જ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ હે તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે પોતાની કાર રોકી ન હતી અને હેડ કોન્સ્ટેબલને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને ટક્કર મારનાર વેમાલી ગામ ખાતે રહેતો અને ખેતી કામ કરતો અર્પિત પટેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ત્વરિત તેની ધરપકડ કરી વિવિધ કલમ મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે પોલીસે આ આરોપી નશાની હાલતમાં હતો કે નહીં તે જાણવા માટે હવે તેનું મેડિકલ કરવામાં આવશે તેમ ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયાએ જણાવ્યું હતુઁ

(10:45 PM IST)