News of Wednesday, 4th December 2024
પ્રવાસન માર્ગો અને ધોરીમાર્ગો પર નિશાનીઓ મુકાશે
દર પાંચ કિલોમીટરના અંતરે રોડ સાઈનેજ (નિશાનીઓ) અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં મુકવાની પ્રવૃત્તિને અગ્રીમતા આપશે

અમદાવાદ: હાલમાં સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા અનુસાર રાજ્ય સરકારે પ્રવાસન માર્ગો અને ઘોરીમાર્ગો પર ઘરેલું તેમજ આંતર્રાષ્ટ્રીય પ્રવાસીઓને આવવા જવામાં સરળતા રહે તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તરફથી રોડની બંને બાજુએ દર પાંચ કિલોમીટરના અંતરે રોડ સાઈનેજ (નિશાનીઓ) અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં મુકવાની પ્રવૃત્તિને અગ્રીમતા આપશે. જેથી ગ્રામીણ અને અર્ધગ્રામિણ વિસ્તારોમાં પ્રવાસન સ્થળોને શોધવા માટે મુલાકાતઓને મુશ્કેલી ન પડે તે માટેનો ઉદ્દેશ્ય છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
