News of Thursday, 5th December 2024
ઠંડી હવે જોર પકડશે સોમ-મંગળ ૧૦-૧૨ ડીગ્રીએ પહોંચશે
વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૬ થી ૧૨ ડીસેમ્બર સુધીની આગાહી : તા. ૮ સુધીમાં લઘુત્તમ તાપમાન ૨ થી ૩ ડીગ્રી અને તા.૯ થી ૧૨ દરમ્યાન વધુ ૪ થી ૫ ડીગ્રીનો ઘટાડો થશે : હાલ જે તાપમાન છે તેના કરતા આગાહી સમય દરમ્યાન ૬ થી ૮ ડીગ્રી નો ઘટાડો જોવા મળશે : લાનીનાનો તો કોઇ પતો જ નથી

રાજકોટ : આ સિઝનનો પ્રથમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. અમુક સ્થળેએ તાપમાન ૧૦ થી ૧૨ ડીગ્રીએ પહોંચી જશે. તમે વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં શિયાળો ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ છે જેમકે અમદાવાદ ૧૯ ડીગ્રી (નોર્મલ થી ૪ ડીગ્રી નીચુ) રાજકોટ ૧૬.૮ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ) અમરેલી ર૦.૮ (નોર્મલથી ૬ ડીગ્રી ઉંચુ) ડીસા ૧પ.૯(નોર્મલથી બે ડીગ્રી ઉંચુ), વડોદરા ૧૯.ર(નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ), ભુજ ૧૭.ર (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૬ થી ૧ર ડીસેમ્બર (શુક્ર થી ગુરૂ) સુધીની આગાહી કરતા જણાવેલ કે પવનો મુખ્યત્વે ઉતર પヘમિ અને ઉતર પુર્વ વચ્ચેથી ફુકાશે.
તા.૭,૮ ડીસેમ્બર બે દિવસ પヘમિ પવનો ફુંકાશે. તા.૮ થી ૧૧ ડીસેમ્બર દરમ્યાન પવનની ઝડપ પ થી ૧૦ કિ.મી. વધશે. આગાહી સમયગાળા દરમ્યાન અમુક દિવસે છુટાછવાયા વાદળછાયું વાતાવરણ જોવા મળે.
હાલ રાજયના મોટા ભાગના વિસ્તારમાં ન્યુનતમ નોર્મલ તાપમાન ૧૪ થી ૧૬ ડીગ્રી ગણાય. જયારે કચ્છ અને ઉતર ગુજરાતમાં ન્યુનતમ નોર્મલ તાપમાન ૧૪ ડીગ્રી ગણાય.
તા.૮ ડીસેમ્બર સુધીમાં ન્યુનતમ તાપમાન બે થી ત્રણ ડીગ્રી ધટશે અને તા. ૯ થી ૧૦ ડીસેમ્બર દરમ્યાન ૪ થી પ ડીગ્રી વધુ ઘટવાની ધારણા છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
