<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

વલસાડના ગામડાઓમાં ઠંડી વચ્‍ચે વરસાદ પડયો : ખેડુતો ચિંતામાં મુકાયા ત્રણ દિવસ પછી ઠંડી વધવા આગાહી

અમદાવાદઃ શિયાળાની ઠંડી વચ્‍ચે વલસાડ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. વલસાડ જીલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વિગતો મુજબ ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડયો છે. આ તરફ ઠંડીના માહોલ વચ્‍ચે કમોસમી વરસાદના આગમનને લઇ જીલ્લાના ખેડુતો ચિંતામાં મુકાયા છે. આ કમોસમી વરસાદની અસર સંભવિત રીતે શિયાળું પાક ઉપર પણ થઇ શકે છે. ધરમપુરના ગામો આવધા, રાજપુરી, ગોરખડા અને મોહપાડા સહીતના ગામોમાં માવઠુ પડયું છે. હવામાન વિભાગે જીલ્લામા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે.

 

(3:42 PM IST)