<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

SGVP ગુરુકુલ મેમનગર ખાતે શ્રી ઘનશ્યામ્ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે 251 વાનગીનો અન્નરકૂટ ધરાવાયો. અન્નકકૂટની પ્રસાદી ગરીબોને વહેંચાશે.

અમદાવાદ તા.5 વચનામૃત જયંતીના પવિત્ર દિને SGVP સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના 29માં પાટોત્સવ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણ જે વાવમાં પોતે અનેપાચસો પરમહંસોએ સ્નાન કરેલ છે પવિત્ર જળને પદયાત્રા કરી કાવડ મારફતે મેમનગર ગુરુકુલ આવતા સંતોએ સ્વાગત કરેલ તે પવિત્ર જળ,ગંગાજળ, સપ્તનદીઓના જળ તમામ ફળોના રસ,પંચગવ્ય વગેરેથી શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો.

અભિષેક બાદ હરિભકત બહેનોએ   પવિત્રપણે જાતે પોતાના ઘેરથી મિઠાઇ તૈયાર કરી ઠાકોરજીને અન્નકુટ ધરાવાયો હતા.

શાસ્ત્રી ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી  અન્નકુટની તમામ પ્રસાદી ગરીબોને વહેચાશે.

 

 

(4:45 PM IST)