News of Thursday, 5th December 2024
પલસાણામાં વતનમાં રહેતી પત્નીને વીડિયો કૉલ કરી પતિ પંખે લટકી ગયો: વાતચીત દરમિયાન ઝઘડો થતા ભર્યું અંતિમ પગલું
તાંતીથૈયા ગામે પરપ્રાંતિય યુવકે વતનમાં રહેતી પત્નીને વીડિયો કોલ કરીને પંખામાં કપડું બાંધીને ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી દીધી

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે પરપ્રાંતિય યુવકે વતનમાં રહેતી પત્નીને વીડિયો કોલ કરીને પંખામાં કપડું બાંધીને ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નીએ પૈસાની માંગણી કરતાં પતિએ અંતિંમ પગલું ભર્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના જાલોદ જિલ્લાના ખુદતાપુરા ગામના વતની અશોકકુમાર ચૌધરી (26) તાંતીથૈયા ગામના સોની પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા હતા. દિવાળીની રજાઓ માટે અશોકકુમાર ઉત્તર પ્રદેશ સ્થિત પોતાના વતન ગયા હતા, જ્યાંથી 3 દિવસ પહેલા જ પલસાણા પરત ફર્યા હતા.
ગઈકાલે અશોકકુમાર વતનમાં રહેતી પોતાની પત્ની પૂજા ચૌધરી સાથે વીડિયો કૉલ પર વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ પૈસાની માંગણી કરતાં બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી અશોકકુમાર વીડિયો કૉલ ચાલુ રાખીને રૂમના પંખા પર કપડું બાંધીને લટકી ગયો હતો.
વીડિયો કૉલમાં પતિને આપઘાત કરતો જોઈને પત્નીએ તાત્કાલિક અશોકના ઈન્ચાર્જ સત્યેન્દ્ર યાદવને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક અશોકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં પંખા પર તેનો મૃતદેહ જ લટકતો હતો. આ મામલે અશોકે જાણ કરતાં કડોદરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો અશોક ચૌધરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
