News of Thursday, 5th December 2024
અમુલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
પાલનપુરના ચડોતરમાં દરોડો કરી ૮૯ કીલોગ્રામ અમુલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કીલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો સીઝ કરાયું

ગાંધીનગર :ચડોતર મુકામે, પાલનપુર, બનાસકાંઠામાં તા: ૦૪-૧૨-૨૦૨૪ નાં રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. જલારામ એન્ટરપ્રાઇઝ, ૩૪,૩૫ કે.બી. લોજીસ્ટીક્સ પાર્ક ખાતે કુલ ૨ નમુનાઓ તથા આશરે ૮૯ કીલોગ્રામ અમુલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કીલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો .
પેઢીનાં માલીક પ્રકાશભાઇ અમૃતલાલ ગુર્જર એ તેઓ ફૂડ લાયસન્સ વગર જ સદર પેઢી ચલાવી રહ્યા હોવાનું પણ કબુલ્યુ હતું.
આ સાથે જ સ્થળ પર ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ તથા ઘીનાં ડબ્બામાં તેનો ઉપયોગ થતો હોવાનું જણાયેલ.તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનરશ્રી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું
કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર ને મળેલ ખાનગી બાતમી ના આધારે તા: ૦૪-૧૨-૨૦૨૪ નાં રોજ મે. જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે કરેલ રેડ દરમિયાન ફૂડ બીઝનેસ ઓપરેટર પ્રકાશભાઇ અમૃતલાલ ગુર્જર ફૂડ લાયસન્સ વગર જ ઘી નાં ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરી રહેલ.
આ સાથે જ વધુમાં એ પણ જાણવા મળેલ છે કે સદર વ્યક્તી વિરૂધ્ધ અગાઉ પણ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી તથા એડ્જ્યુડીકેટીંગ કોર્ટમાં ૧ લાખ ૨૫ હજારનો દંડ પણ ફટકારવામાં આવેલ.
સદર પેઢીમાં તપાસ દરમિયાન સ્થળ પર જ પેઢીનાં માલીક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો નો વપરાશ થતો હોવાનું માલુમ પડ્યું તથા આ સાથે જ વધુ તપાસ હાથ ધરતા જણાયું કે પેઢીમાં અમુલ બ્રાન્ડનાં ડુપ્લીકેટ ઘી નું ઉત્પાદન તથા પેકીંગ થઇ રહેલ છે.
આથી અમુલ પ્યોર ઘી ૧૫ કીલોગ્રામ પેક તથા ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ (લૂઝ) આમ કુલ ૦૨ નમુનાઓ લઇ કુલ ૧૪૨ કીલોગ્રામ જથ્થો કે જેની કિંમત કુલ ૭૪,૬૪૦ રૂ. થવા જઇ રહેલ છે તે સીઝ કરવામાં આવેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.
આમ, આ તંત્ર ધ્વારા ઇન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ ના નામે ઘી ની ફ્લેવર નાખી જાહેર જનતાને ઘી તરીકે વેચાણ થતુ અટકાવવામાં સફળ થયેલ છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
