<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1530 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 30 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 5,476.18 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 5,476.18 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1210 રૂ. અને નીચો ભાવ 885 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1520 રૂ., ડીસામાં 1500 રૂ., હિંમતનગરમાં 1445 રૂ., તલોદમાં 1280 રૂ., ગોંડલમાં 1261 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,476.18 ટન મગફળીની આવક થઇ છે.

(8:31 PM IST)