<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

આનંદ માધ્યમિક શાળા વિરમગામ ખાતે ધોરણ -10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરિયર ગાઈડન્સનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આનંદ માધ્યમિક શાળા વિરમગામ ધોરણ -10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રેડ એન્ડ વાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન બોપલની ટીમ દ્વારા કરિયર ગાઈડન્સનું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં જોનલ હેડ ઇસાનભાઈ, બ્રાન્ચ મેનેજર મેઘા દેસાઈ અને સાથે સપોર્ટિ મેનેજર પ્રજ્ઞા બલદાનિયા દ્વારા સેમિનારનું આયોજન આવ્યું હતું. જેમાં ધોરણ -10 પછી કયા  પ્રવાહ અને અભ્યાસક્રમમાં જવાય  અને તેની સાથે કઈ લાઈન લેવાય તે માટેનું વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. છેલ્લે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોકુલભાઈ પટેલ, શાળાના આચાર્ય બ્રિજેનભાઈ પંડ્યા અને શિક્ષક ગણ વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો.

(8:38 PM IST)