<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

દેડીયાપાડા EMRS શાળાના બાંધકામમાં બાળ મજૂરોનો ઉપયોગ...? 15 વર્ષના બાળકો કરી રહ્યા છે કામ

બાંધકામમાં જે મટીરિલયસ વાપરવામાં આવી રહ્યું છે. તે ખૂબ હલકી ગુણવત્તાનું હોવાનું ચર્ચા : સ્થાનિક આદિવાસી વિસ્તારના લેબરો કેમ રાખવામાં આવ્યા નથી,કામ કરી રહેલા 20 થી 25 લેબરોમાં કેટલાક તો 15 થી 16 વર્ષની ઉંમરના બાળ મજૂરો દેખાઈ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :  નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના માલસામોટ રોડ પર EMRS શાળાના બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. જે જગ્યાએ EMRS શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાં કમ્પાઉન્ડમાં હાલ એક ખેતર છે જે ખેતરમાં તુવેરનો પાક ઉભો છે જે તુવેરનો પાક સ્થાનિક ખેડૂતોનો છે. અહી કામ કરી રહેલી એજન્સીના કર્મચારીઓ અને સુપરવાઇઝરો સાથે કામગીરી મુદ્દે વાત કરતા જાણવા મળ્યું કે, આ પ્રોજેક્ટની કામગીરી બે દિવસથી કરવામાં આવી રહી છે.

  સમગ્ર મામલા પર નજર કરીએ તો કોઈપણ બાંધકામ કરવું હોય તો તેની પહેલા ગાઈડ લાઈન મુજબ જાહેરનામું મૂકવુ જરૂરી બનતું હોય છે. પરંતુ અંહી કોઈ પણ જાતનું જાહેરનામું મૂકવામાં આવ્યું નથી જે મોટી બેદરકારી કહી શકાય. બીજો સવાલ એ પની જવાબદારી અહીંના લોકલ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય અને જિલ્લાના ઉચ્ચ અધિકારી ઓની બને છે. પરંતુ અહીં તો લોલમ લોલ ચાલી રહ્યું છે. એવું સ્પષ્ટ દેખાય છે. જે કામ ચાલી રહ્યું છે તે કામ માટે લેબરો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે, આ કામ માટે સ્થાનિક આદિવાસી વિસ્તારના લેબરો કેમ રાખવામાં આવ્યા નથી. અંહી કામ કરી રહેલા 20થી 25 લેબરો છે તે.પૈકી કેટલાક તો 15થી 16 વર્ષની ઉંમરના બાળ મજૂરો દેખાઈ છે. ત્યારે બાળ મજૂરોના કાયદાનું પણ અહીંયા ઉલ્લંઘન જણાય છે. બીજા મોટી વયના લેબરો કામ કરી રહ્યા છે, તેઓ પણ કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર કામ કરી રહ્યા છે.આ કામગીરીમાં નિયમોનું કોઈજ પાલન કરવામાં આવ્યું નથી. અહીંયા જે પણ એજન્સી કામગીરી કરી રહી છે. તેની પણ યોગ્ય જાણકારી ત્યાંના સુપરવાઇઝર આપવા તૈયાર નથી. અથવા જવાબ આપે છે તો ગોળ ગોળ જવાબ આપી ગેરમાર્ગે દોરી રહ્યા છે. પ્રોજેક્ટના કામ દરમિયાન કમ્પાઉન્ડમાં કોઈપણ સીસીટીવી મૂકવામાં આવ્યા નથી જે સૌથી મોટી બેદરકારી છે. સરકારી ગાઈડલાઈન મુજબ સીસીટીવી મૂકવા જરૂરી છે. પરંતુ લાગે છે કે અંહી અધિકારીઓની રહેમનજર હેઠળ આ કામગીરી નિયમ વિરુદ્ધ કરાઇ રહી છે.
ઉપરાંત બાંધકામમાં જે મટીરિલયસ વાપરવામાં આવી રહ્યું છે. તે પણ ખૂબજ હલકી ગુણવત્તાનું હોવાનું ચર્ચા માં છે. જો આ રીતે બાંધકામ થશે તો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે.
 આ મામલે DDOને જાણ કરાતા તેમણે આ માટેની નોંધ લઈ તપાસ કરવાના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, આ મુદ્દે ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે ?

(9:57 PM IST)