<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

નર્મદા જિલ્લામાં બે યુવાનો એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી કર્યો આપઘાત

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં બે યુવાનોએ કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
   મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ગામમાં રહેતા સૈયદભાઈ દેવજીભાઈ વસાવાએ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના ખેતરમાં હિતેષભાઇ સૌયદભાઇ વસાવાએ કોઈ અગમ્ય કારણોસર જાતે દવા પી લેતા તેમને રાજપીપળા સિવિલમાં લઈ જતા સારવાર દરમિયાન મોત થયું હતું
  જ્યારે બીજી ઘટના દેડીયાપાડા તાલુકાના ઘાંટોલી ગામમાં બની જેમાં મંજુલાબેન હુનિયાભાઈ વસાવા એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમનો પુત્રને તેમણે કામકાજ બાબતે ઠપકો આપતા પુત્ર ને મનમાં લાગી આવતા તેણેજાતે જ ખેતર માં જઈ દવા પી લેતા સારવાર દરમિયા મોત થયું હોય ઉપરોક્ત બંને ઘટનામા રાજપીપળા અને દેડીયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(9:59 PM IST)