<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

રિવરફ્રન્ટ પર ઓપન એર થિએટર, 300 રૂમની હોટેલ, પફોર્મિંગ આર્ટ થિએટર અને એક્ઝિબિશન સેન્ટર બનશે

કન્વેન્શન સેન્ટર માટે રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે. બાકીના 292 કરોડ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે.

અમદાવાદમાં એક પછી એક નવાં નજરાણા અને વિકાસના કામ થઈ રહ્યા છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં રિવરફ્રન્ટથી નજીક ટાગોર હોલની પાછળ 21 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં ઈન્ટરનેશનલ લેવલનું કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવશે, એટલું જ નહીં આ કન્વેન્શન સેન્ટરમાં ઓપન એર થિએટર, 300 રૂમની હોટેલ, પફોર્મિંગ આર્ટ થિએટર અને એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ,કન્વેન્શન સેન્ટર બનાવવામાં અંદાજે 258 કરોડથી વધુનો ખર્ચો થશે. હેટેલ બનાવવામાં 315 કરોડ રૂપિયા, પફોર્મિંગ આર્ટ થિએટર માટે 82.5 કરોડનો ખર્ચો થશે. કન્વેન્શન સેન્ટર માટે રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે. જ્યારે બાકીના 292 કરોડ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે.

(11:37 AM IST)