<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મજૂરીએ જવાનું કહી હેલ્થ વર્કરે ખોટું ફોર્મ ભરાવ્યું : દારુ પીવડાવીને 31 વર્ષના યુવકની નસબંધી કરી

ધનાલી ગામમાં એક 31 વર્ષીય યુવકના આગામી મહિને લગ્ન હતા.

મહેસાણાના ધનાલી ગામે હેલ્થ વર્કર દ્વારા ખોટું ફોર્મ ભરાવીને યુવકની નસબંધી કરાયાની ઘટના સામે આવી છે. 31 વર્ષીય યુવકની આરોગ્ય વિભાગ દ્વારા નસબંધીનું ઓપરેશન કરાયું હતું. આ અંગે પરિજનોએ આક્ષેપ કરતાં તપાસ બાદ યુવકને મજૂરી કરવા જવાનું કહીને ઓપરેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું.

મળતી વિગત મુજબ, ધનાલી ગામમાં એક 31 વર્ષીય યુવકના આગામી મહિને લગ્ન હતા. તેને મજૂરી કરવા જવાનું કહીને હેલ્થ વર્કરે ખોટું ફોર્મ ભરાવીને નસબંધી કરાવી દીધી હતી. આ પછી યુવકના પરિજનોએ આક્ષેપ કર્યો હતો. જે બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે તપાસ કરાવી હતી. જેમાં યુવકને મજૂરી કરવા જવાનું કહીને પહેલા તો દરૂ પીવડાવ્યો હતો. આ પછી ભાનમાં નહોતો ત્યારે હેલ્થ વર્કરે નસબંધીનું ઓપરેશન કરાવડાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ પછી હેલ્થ વર્કર સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:38 AM IST)