News of Friday, 6th December 2024
ગાંધીનગરમાં 55 લાખની સાયબર ઠગાઈ કેસમાં બે આરોપીઓ ઝડપાયા: ચાઈનીઝ ગેંગને બેન્ક ખાતાની માહિતી અપાતા હતા
આરોપીઓ કમિશન લઈને બેંક ખાતા આપતા હતા 100 જેટલા બેંક ખાતા ચાઈનીઝ લોકોને આપ્યા

ગાંધીનગરમાં 55 લાખની ઠગાઈના કેસના આરોપીઓ ઝડપાયા છે. સાયબર ક્રાઈમે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની ચાઈનીઝ ગેંગ સાથેની લિંક સામે આવી છે.
આરોપી ચાઈનીઝ લોકોને સિમકાર્ડ અને બેંકખાતા આપતા હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ કમિશન લઈને બેંક ખાતા આપતા હોવાનું સામે આવ્યુ છે. 100 જેટલા બેંક ખાતા ચાઈનીઝ લોકોને આપ્યા હતા. ટેલિગ્રામની મદદથી ચાઈનીઝ લોકો સાથે સંપર્ક રાખતા હતા.
બીજી તરફ ખોટી વેબસાઈટ બનાવી લોકોને ઠગનાર ઝડપાયો છે. સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશની આરોપીની ધરપકડ કરી છે. ફેક વેબસાઈટથી 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેમાં રિચાર્જ, બુકિંગના નામે વેબસાઈટ પરથી નાણાં મેળવતા હતા. 5 બોગસ વેબસાઈટમાં રાજ્યના 8 નાગરિકો ભોગ બન્યા છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
