<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મોટા ગજાના વોન્‍ટેડ બુટલેગર ધમા ઉર્ફે મચ્‍છર અંતે વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચનાં સકંજામાં

એક રીઢા ગુનેગાર પર એક પોલીસની વોચ વિકાસ સહાયની યોજના, સીપી નરસિહમાં કોમાર માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છે જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિહ રાઠોડના માર્ગદર્શનમાં પીઆઇ આર જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ વી.પી ચૌહાણ ટીમનું સફળ ઓપરેશન

રાજકોટ તા. ૬: જૂન માસમાં નિવૃત્ત થનારા મુખ્‍ય પોલિકવડા વિકાસ સહાય દ્વારા છેવટ સુધી સક્રિય કામગીરી બજાવવાની દ્રઢ ઈચ્‍છા અનુસાર ગુજરાતમાં રીઢા ગુન્‍હેગારો પર વોચ, એક પર એક પોલીસ વિગેરે બાબતોનો અમલ ખૂબ મહેનતુ અને સ્‍વચ્‍છ છબી ધરાવતા વડોદરા સીપી નરસિહમાં કોમાર માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયુંછે.

આ અભિયાન અંતર્ગત  વિદેશી દારૂના મોટા ગજાના સપ્‍લાયર તરીકે ક્રાઇમ બ્રાન્‍ચ જેમને માની રહી છે તેવા ધમાં ઉર્ફે મચ્‍છરને જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શન નીચે પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા અને ટીમના પીએસઆઈ વી. પી. ચૌહાણ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે.

આ વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સામે પાનવડ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ગુનાની ટુંક વિગત આ મુજબ છે. ગઇ તા.૩૦/૦૮/ર૦ર૪ના રોજ છોટાઉદેપુર એલસીબી પોલીસે મળેલ માહીતી આધારે બેડીયા ચેક પોસ્‍ટ ખાતે વોચ દરમ્‍યાન એક મારૂતી સ્‍વીફટ કારને ચાલક સાથે પકડી પાડેલ. આ કારમાં રાખેલ વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન કુલ નંગ-ર૬૪ કિ.રૂા.૭ર,૭૬૦/- નો જથ્‍થો મળી આવતા આ વિદેશી દારૂ તથા સ્‍વીફટ કાર કુલ કી. રૂા.૭,૭ર,૯૬૦/- નો કરજે કરેલ. આ પકડાયેલ ચાલકે આ વિદેશી દારૂનો જથ્‍થો મધ્‍યપ્રદેશથી લાવેલાનું અને હાલ પકડાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે ધમાને આપવા માટે જતો હોવાનું જણાવતા આ વિદેશી દારૂ સાથે પકડાયેલ તેમજ આ વિદેશી દારૂનો જથ્‍થો આપનાર તેમજ મંગાવનાર સામે પ્રોહી.એકટ અન્‍વયે પાનવડ પો.સ્‍ટે.માં ગુનો રજી.થયેલ. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે મચ્‍છર રહે. વડોદરાનો આ વિદેશી દારૂના ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય આ નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્‍ચે શોધી કાઢેલ છે.

 પકડાયેલ આરોપીનું નામ-સરનામું ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે મચ્‍છર ધનસુખભાઇ પ્રજાપઁતી(વસાવા)ઉ.વ.રર રહે.હનુમાન ટેકરી, ડભોઇ રોડ, વડોદરા શહેર.

(3:30 PM IST)