<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ખેડૂતો પ્રાકૃતિક ખેતીને વધુ મહત્‍વ આપેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડાથી રાજયકક્ષાના રવિકૃષિ મહોત્‍સવનો પ્રારંભઃ ખેડૂતો નવી પધ્‍ધતિ અપનાવીને ગુજરાતને ગોૈરવ અપાવે છેઃ રાઘવજીભાઇ પટેલ

રાજકોટ તા.૬: રાજ્‍ય સરકાર દ્વારા સમગ્ર રાજ્‍યમાં રવી કળષિ મહોત્‍સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ અંતર્ગત  દ્વિદિવસીય રવી કળષિ મહોત્‍સવ-૨૦૨૪નો પ્રારંભ થયો હતો.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે બનાસકાંઠાથી રાજયકક્ષાના રવી કળષિ મહોત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો હતો. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને કળષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલના હસ્‍તે પુસ્‍તક વિમોચન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું જીવંત  પ્રસારણ પણ અમરેલીના ચાડિયા ખાતે આયોજિત રવિ કળષિ મહોત્‍સવમાં ખેડૂતોએ નિહાળ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને કળષિ મંત્રીશ્રી દ્વારા રાજય સરકારના ખેડુતલક્ષી અભિગમ અને રાજય સરકાર દ્વારા ખેડુતોને આપવામાં આવતી સહાય વિશે જણાવ્‍યુ હતુ.

આ તકે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે, ખેડુતો પ્રાકૃતિક ખેતીને વધુ મહત્‍વ આપે તે જરૂરી છે. કૃષિ મહોત્‍સવ થકી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્‍યુ છે  જમીનના સ્‍વાસ્‍થ્‍ય માટે ગાય આધારીત ખેતી કરવી જોઇએ

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે વધુમાં કહ્યું કે રાજય સરકાર દ્વારા કુદરતી આફતના સમયે રાહત પેકેજ અપાયુ છે. જેમાં ખેડૂતોના ૯૦ ટકા અરજીઓ મંજૂર થઇ ગઇ છે. રૂપિયા ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા થાય તેવા પ્રયત્‍નો થઇ રહ્યા છે.

આ તકે કૃષિ  મંત્રી રાઘવજીભાઇ પટેલે જીણાવ્‍યુ હતું કે ગુજરાતનો કૃષિ વિકાસદર ડબલ ડીઝિટમાં પહોંચ્‍યો છે. ખેડૂતો  નવી પધ્‍ધતિઓ આપનાવી ને ગુજરાતને ગોૈરવ અપાવી રહ્યા છે સરકાર વાવેતર પહેલા જ ટેકાના ભાવ નકકી કરે છે.

(3:31 PM IST)