News of Friday, 6th December 2024
થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી દોડશે મેટ્રો: રવિવારે પ્રથમ ટ્રેન સવારે 6.20 વાગ્યે ઉપડશે:જાણો શું હશે ભાડું : જુઓ સંપૂર્ણં યાદી
થલતેજ ગામથી સવારે 6.20થી રાત્રે 11.05 વાગ્યા સુધી દર 9 મિનિટે મેટ્રો સેવાનો લાભ લઇ શકાશે

અમદાવાદમાં મેટ્રો સેવા લોકોને ઘણી જ ઉપયોગી થઇ રહી છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRCL) દ્વારા વધુ એક સ્ટેશનથી મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે. હાલ વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી મેટ્રો સેવા ચાલી રહી છે, જેને 8 ડિસેમ્બર 2024થી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે હવે થલતેજ ગામથી વસ્ત્રાલ અને અમદાવાદના અન્ય વિસ્તારો સુધીની મેટ્રો સેવા મળી રહેશે. પ્રથમ ટ્રેન સવારે 6.20 વાગ્યે ઉપડશે.
થલતેજ ગામથી સવારે 6.20થી રાત્રે 11.05 વાગ્યા સુધી દર 9 મિનિટે મેટ્રો સેવાનો લાભ લઇ શકાશે. થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું અંતર કાપતા 43.28 મિનિટનો સમય લાગશે. થલતેજ, દુરદર્શન કેન્દ્ર, ગુરુકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસપી સ્ટેડિયમ, ઓલ્ડ હાઇકોર્ટ, શાહપુર, ઘી કાંટા, કાલપુર મેટ્રો સ્ટેશન, કાંકરિયા ઇસ્ટ, એપરલ પાર્ક, અમરાઇવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ થઇ વસ્ત્રાલ ગામ પહોંચશે.
જો તમારે થલતેજ ગામથી એપીએમસી કે મોટેરા સ્ટેડિયમ તરફ જવું છે તો પણ તમે આ મેટ્રો સેવાનો લાભ લઇ શકશો આ માટે તમારે ઓલ્ડ હાઇકોર્ટ સ્ટેશનેથી ટ્રેન ઇન્ટરચેન્જ કરવી પડશે. ઓલ્ડ હાઇકોર્ટથી મેટ્રો ઇન્ટરચેન્જ કર્યા બાદ ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ, રાજીવનગર, જીવરાજ પાર્ક અને એપીએમસી જઇ શકાશે. એવી જ રીતે ઓલ્ડ હાઇકોર્ટથી ટ્રેન બદલ્યા બાદ ઉસમાનપુરા, વિજયનગર, વાડજ, રાણિબ, સાબરમતી રેલવે સ્ટેશનશન(હાલ કામ ચાલી રહ્યું છે) એઇસી, સાબરમતી અને મોટેરા સ્ટેડિયમ જઇ શકાશે.
વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે 08/12/2024થી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. અનુરૂપ ટ્રેનનું સમયપત્રક GMRCLની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીના સ્ટેશનનું ભાડું અહીં જણાવવામાં આવ્યું છે.

(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
