<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

માત્ર ઓપરેશન થિયેટરનો જ ઉપયોગ થયો હતો: દર્દીઓ હેલ્થ વર્કર લઈને આવ્યા હતા :CHCના ઇન્ચાર્જ અધિક્ષક

મહેસાણાના નવી શેઢાવી ગામ નજીક રહેતા યુવકની મંજૂરી વગર નસબંધી કરાયાના આરોપમાં અડાલજ CHCના ઇન્ચાર્જ અધિક્ષકનું નિવેદન

મહેસાણાના નવી શેઢાવી ગામ નજીક રહેતા યુવકની મંજૂરી વગર નસબંધી કરાયાના આરોપમાં અડાલજ CHCના ઇન્ચાર્જ અધિક્ષકની પ્રતિક્રિયા સામે આવી છે. વિવાદિત ઑપરેશન અંગે ઈન્ચાજ અધિક્ષકે કહ્યું કે અડાલજ CHC ખાતે 29મી નવેમ્બરે કુલ 16 નસબંધી કરવામાં આવી હતી જેમાં CHCના માત્ર ઓપરેશન થિયેટરનો જ ઉપયોગ થયો હતો. દર્દીઓ મેલ હેલ્થ વર્કર લઇને આવ્યા હતા અને ઓપરેશન ખાનગી ડૉકટર દ્વારા કરવામાં આવ્યું હતું. 

  મહત્વનું છે કે શેઢાવી ગામના યુવકનો આરોપ છે કે. એક મહિના બાદ તેના લગ્ન છે અને તેને જાણ કર્યા વગર મજૂરીએ જવાનું છે તેમ કહીને નસબંધી ઑપરેશન કરી નાંખ્યું.

(7:09 PM IST)