<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે પહોંચ્યા:જેલ મુક્ત થવા માટે અરજી કરી

વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી તેમજ સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે અરજી કરી

અમદાવાદ : રોકાણના નામે રાજ્યભરમાં 6 હજાર કરોડના કૌભાંડનો કેસમાં BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે પહોંચ્યા છે. પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા માટે અરજી કરી છે. વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરીએ અરજી કરી છે. સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે અરજી કરી છે. તમામ આરોપીઓ BZ ગ્રુપમાં વિવિધ જગ્યાએ કામ કરતા હતા. 5 આરોપીઓના જામીન અંગે રાજ્ય સરકારે વિરોધ કર્યો છે

(7:13 PM IST)