<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે મિત્રતા કેળવી લાખોની ઠગાઈ : વડોદરા સાયબર ક્રાઇમેં દિલ્હીથી નાઈઝીરિયન ત્રિપુટી ઝડપી

ત્રણેય નાઈઝીરિયન શખ્શો મેડિકલ રિઝર્વના નામે ઇન્ડિયા આવી ઓવર સ્ટે કરી રોકાયા હતા

અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ખોટી ઓળખ ઉભી કરીને ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડીથી યુવતી સાથે મિત્રતા કરી અલગ અલગ બહાને નાણાંકીય છેતરપિંડી કરતા ત્રણ નાઈઝીરીયન ઈસમોને વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હીથી ઝડપી પાડયા છે.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી વાતચીત શરૂ કરી હતી. જેમાં સામાવાળેએ પોતે અમેરિકાથી છે અને કેમિકલ એન્જિનિયર છે તેમ જણાવ્યું હતુ. જે હાલમાં યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં કામ કરે છે અને આસામ ખાતે દિગબોય પ્લાન્ટમાં નોકરી કરવા આવવાના છે તેમ જણાવ્યું હતું.

 

જે બાદ ફરિયાદી સામેવાળાના વિશ્વાસમાં આવવા લાગ્યા હતા અને મોબાઈલ નંબર આપ્યો હતો. સામેવાળાએ દિગબોય ખાતે મશીનરી લેવાની હોય ફરિયાદી પાસેથી પૈસા માંગતા તેઓએ સામેવાળાને પૈસા મોકલી આપ્યા હતા. જે બાદ સામેવાળાએ પોતાને દિગ્બોય ખાતે નોકરી મળે થી પોતાનું પાર્સલ કે જેમાં કપડા તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ અને રિસીવ કરવા ફરિયાદી પાસેથી નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા.

આમ ફરિયાદી પાસેથી અલગ અલગ બહાને વારંવાર નાણાંની માંગણી કરતા પોતાની સાથે રૂપિયા 2,62,270 રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા આ બાબતની સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

એસીપી મયુર રાજપૂતે જણાવ્યું હતું કે, ખોટા ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલી ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદીને ત્યાં એક પાર્સલ ગિફ્ટનું મોકલવામાં આવ્યું હતું. જે બાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે અને પોતે દિગબોઈ ખાતે જોબ માટે આવવાના છે, તેઓ વિશ્વાસ કરી ત્યારબાદ ભોગ બનનારને બે દિવસ પછી ફોન કરવામાં આવે છે કે આપના જે મિત્ર છે એમને એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લીયરન્સમાં છે, તો ક્લિયરન્સ ના નામે ભોગ બનનાર પાસેથી રૂ.2,62,000 ભરાવડાવી અને એમની સાથે છેતરપિંડી થઈ છે.

મની ટ્રેન્ડના આધારે જાણવામાં આવેલ કે જે પૈસા ગયા છે તે દિલ્હી ખાતે ના એક એટીએમ થી વીડ્રો થયા છે. જ્યાં આપણી ટીમ દ્વારા જઈ રેકી કરી અને બીજી વખત તેમને ત્યાં રવાના કરી 12 કલાક એક ટીમ વર્કથી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.

વધુ તપાસમાં તેમની પાસેથી 500 થી પણ વધારે બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે અને જેમાં 900 થી પણ વધારે ફરિયાદ થયેલી છે. આ ત્રણેય નાઈઝેરિયન દિલ્હી ખાતે થી નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ મળી છે જેમાં ઇન્ડિયાના અને બહારના નાગરિકો પણ ભોગ બનનાર હોય તેવી શક્યતા છે. પ્રાથમિક તપાસમાં 15 કરોડથી વધુ નો ફ્રોડ હોવાની શક્યતા છે, તેની વધુમાં તપાસ ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં આ ત્રણે એક સ્ક્રીપ્ટ તૈયાર કરતા હતા અને તેને જે તે માણસ ભોગ બનનાર છે તેને મોકલતા હતા અને તેમને લલચાવી ફોસલાવી એમના પૈસા પડાવતા હતા. આ જે ત્રણ આરોપીઓ છે. તે 2019 માં 2020માં અને 2022 માં એમ વિવિધ તબક્કે મેડિકલ રિઝર્વ ના નામે આવીને ઓવર સ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે અને તેમના વિઝા પણ પુરા થઈ ગયા છે. હાલ આ ગુનામાં વધુ આરોપીઓની તપાસ ચાલુ છે.

(7:24 PM IST)