<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5050 રૂપિયા બોલાયો:જાણો અન્ય 26 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 588.74 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 588.74 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5050 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4661 રૂ., માંડલમાં 4601 રૂ., રાજકોટમાં 4600 રૂ., જસદણમાં 4550 રૂ., રાધનપુરમાં 4511 રુ., જામનગરમાં 4475 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 588.74 ટન આવક થઇ છે.

(8:57 PM IST)