<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો :આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થઇ શકે

નલિયામાં 11.6 ડિગ્રી, ડીસામાં 14.5, રાજકોટમાં 16.3, ગાંધીનગરમાં 16.5, કેશોદમાં 17.3, પોરબંદરમાં 17.4, સુરેન્દ્રનગરમાં 17.5, ભુજમાં 17.8, અમદાવાદમાં 17.9, કંડલા પોર્ટમાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં બે દિવસથી ઠંડી ઘટી છે જોકે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવાશે  હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું છે. 11.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 33.2 ડિગ્રી, વેરાવળમાં 32.9, રાજકોટમાં 32.8, ભુજમાં 32.2, મહુવામાં 32.2, નલિયામાં 32, સુરેન્દ્રનગરમાં 31.8, વડોદરામાં 31.6, કંડલા પોર્ટમાં 31.4, પોરબંદરમાં 31.4, ભાવનગરમાં 31.2, કેશોદમાં 31.2, વલ્લભ વિદ્યાનગરમાં 31.1, દ્વારકામાં 31, અમદાવાદમાં 30.8, ગાંધીનગરમાં 30.8 અને ઓખામાં 28.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગત રાતે નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ નલિયામાં 11.6 ડિગ્રી, ડીસામાં 14.5, રાજકોટમાં 16.3, ગાંધીનગરમાં 16.5, કેશોદમાં 17.3, પોરબંદરમાં 17.4, સુરેન્દ્રનગરમાં 17.5, ભુજમાં 17.8, અમદાવાદમાં 17.9, કંડલા પોર્ટમાં 18.5, અમરેલીમાં 18.8, વલ્લભ વિદ્યાનગરમાં 19.6, વડોદરામાં 19.6, દ્વારકામાં 19.6, મહુવામાં 19.7, ભાવનગરમાં 19.8, સુરતમાં 21, ઓખામાં 22.4, વેરાવળમાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

(9:02 PM IST)