<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

નકલી તબીબ ડિગ્રી કૌભાંડના આરોપી રસેશ ગુજરાતીના નામ પર ગરમાઈ રાજનીતિ

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ગુનેગારને કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી કોંગ્રેસે રસેશ ગુજરાતીને 2019-20માં ડૉક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા

અમદાવાદ : ગુજરાતમાં નકલી તબીબ ડિગ્રી કૌભાંડના આરોપી રસેશ ગુજરાતી પર હવે જોરદાર રાજનીતિ શરૂ થઈ છે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે.આટલા વર્ષોથી કૌભાંડ ચાલતું હતું તો તંત્રને કેમ જાણ ન થઈ? 

   સાથે આરોપી રસેશના કોંગ્રેસમાં હોવા અંગે હેમાંગ વસાવડાએ કહ્યું કે 2021થી રસેશ કોંગ્રેસમાં કોઈ હોદ્દા પર નથી તો આજ મુદ્દે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે. આરોપી કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસે આ અંગે કેમ ખુલાસો ન કર્યો? 

ભાજપના આ આક્ષેપનો જવાબ આપતા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ગુનેગારને કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી કોંગ્રેસે રસેશ ગુજરાતીને 2019-20માં ડૉક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા

(9:52 PM IST)