News of Friday, 6th December 2024
તિલકવાડા તાલુકાના ખાટા આષીત્રા ગામના 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજા
ઇજાગ્રસ્ત બાળક મીત મુકેશભાઈ બારીયા તેના પિતા સાથે ખેતરે જતા આ ઘટના બની જેમાં ગંભીર ઈજા થઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખાટા આષીત્રા ગામના એક નાનકડા બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કરતા તાત્કાલિક રાજપીપળા સિવિલમાં સારવાર માટે લવાયો છે
તિલકવાડા પીએસઆઇ લટા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખાટા આષીત્રા ગામની સીમમાં સાંજે બનેલી દુખદ ઘટનામા પાંચ વર્ષીય મીત મુકેશભાઈ બારીયા તેના પિતા સાથે ખેતરે જતો હતો ત્યારે આ ઘટના બની જેમાં મીતને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો છે હાલ તેની સારવાર ચાલુ હોવાનું પીએસઆઇ એ જણાવ્યું હતું.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
