News of Friday, 6th December 2024
હુ તારી સાથે છુટાછેડા લેવાની છુ, તેવું પત્નીએ કહેતા પતિએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
દેડીયાપાડા તાલુકાના મોસીટ ગામના યુવાનને પત્નીની વાત મનમાં લાગી આવતા આવું પગલું ભર્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં આવેલા દેડીયાપાડા તાલુકાના મોસીટમાં બનેલી ઘટનામા એક પરણિત યુવાનને તેની પત્નીએ છૂટાછેડા લેવા કહેતા આપઘાત કર્યો છે
મળતી વિગતો અનુસાર નટવરભાઇ મનસુખભાઇ વસાવા (રહે.મોસીટ, મંદિર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) એ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના દિકરા અક્ષયભાઇ નટવરભાઇ વસાવા (ઉ.વ.આ.૨૩)( રહે.મોસીટ) નાઓને તેમની પત્ની ધ્રુવીકાબેનએ ઘરે આવી ઘરના સભ્યની હાજરીમા કહેલ કે હુ હવે તારી સાથે રહેવાની નથી અને તારી સાથે છુટાછેડા લેવાની છુ અને હુ મારા પિતાજીના ઘરે જવાની છુ તેમ કહેતા દિકરા અક્ષયભાઇ નાઓને મનમા લાગી આવતા કોઇને કિધા વગર ઘરમાથી તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા નવેક વાગે થી તા.૦૫/૧૨/૨૦૨૪ સવારના આશરે છ એક વાગ્યાના અરસામા મોસીટ ગામની સીમમા આવેલ રમેશભાઇ નારસીંગભાઇ વસાવાના ખતેરની બાજુમા આવેલ ઝાડની ડાળી સાથે પોતાના જાતેજ પોતે પહરેલ શર્ટ વડે ગળે ફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હોય દેડીયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
