News of Friday, 6th December 2024
ધારીખેડા સુગરના મજૂર ભરતી સુપરવાઈઝર ધનશેરા ચેક પોસ્ટ પરથી દારૂની બોટલો સાથે પકડાયા
સ્વીફ્ટ ગાડી નં.GJ-06-ED-3605 ની ડ્રાઇવર સીટના પાછળ ભાગે દારૂ અને બિયર સંતાડી લઈ જતા ઝડપાયા

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પરથી પોલીસે એક ફોર વ્હીલ ગાડીમાંથી દારૂની બોટલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પોલીસ ધનસેરા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી એ દરમિયાન કિશોર રોહીદાસ પાટીલ ( હાલ રહે.ધારીખેડા નર્મદા સુગર વસાહત, તા. નાંદોદ, જી.નર્મદા મુળ રહે. રાધે ગોવિંદનગર નીઝર, તા.નીઝર, જીલ્લો તાપી) નાઓએ ફોરવ્હીલ સ્વીફ્ટ ગાડી નં.GJ-06-ED-3605 ની ડ્રાઇવર સીટના પાછળના ભાગેથી ગે.કા.વગર પાસ પરમીટની કાચની બોટલ ની બોટલ, બિયર તથા કાચની નાની બોટલ મળી રૂ.૫૮૦- નો મુદ્દામાલ તથા ફોર વ્હીલ સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦-મળી કુલ કિ.રૂ. ૩,૦૦,૫૮૦-ના મુદ્દામાલ સાથે ઘનશેરા ચેક પોસ્ટ ખાતે પકડાય જઇ ગુનો કર્યો હતો. જાણવા મળ્યા મુજબ પકડાયેલ કિશોર પાટીલ ધારીખેડા સુગરમાં ભરતી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. સાગબારા પોલીસે દારૂ સાથે તેમને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
