News of Friday, 6th December 2024
રાજપીપળાથી ભરૂચ એન્જિનિયરિંગ કોલેજમાં જતા વિધાર્થીઓના પાસ કાઢવામાં ડેપોની વ્હાલા દવલાની નીતિ..?!!

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા એસટી ડેપોમાં વારંવાર બસો માટે વિધાર્થીઓ દ્વારા આંદોલન થયા છે જેમાં બસો અનિયમિત અને વારંવાર બગડતી હોવા મુદ્દે માથાકૂટ થઈ છે અને હવે વિધાર્થીઓને પાસ કાઢવા માટે જાણે એસટી વિભાગ વાળા વ્હાલા દવલાની નીતિથી કામ કરતા હોય તેવું વાલીઓ નું માનવું છે
રાજપીપળાથી ભરૂચની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા જતા વિધાર્થીઓ પૈકી કેટલાક આ જ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના પાસ ડેપો કર્યા હાલમાં ઇસ્યૂ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક આ જ કોલેજના વિધાર્થીઓને વિભાગ દ્વારા પાસ નહી નીકળે એ માટે ના નિયમો બતાવવા આવી રહ્યા છે. માટે શુક્રવારે આ મુદ્દે જે વિધાર્થીઓના પાસ નથી કાઢી આપ્યા તેમના કેટલાક વાલીઓ એ માથાકૂટ કરી હતી. ત્યારે ત્યાંથી વાલીઓને કહેવામાં આવ્યું કે સત્ર તારીખ મુજબ જ પાસ નીકળે છે.પરીક્ષાની તારીખ સાથે અમારે કોઈ લેવા દેવા નથી, ત્યારે વાલીઓએ સવાલ કર્યો કે આ જ કોલેજના આ જ સત્ર વાળા અમુક વિધાર્થીઓના પાસ અહીંયા થી કઈ રીતે નિકળ્યા..?
જોકે આ મુદ્દે અમે ડેપો મેનેજર કે.અચ. નાઈ નો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે આખી વાત જાણ્યા બાદ જણાવ્યું કે અમુક આ જ કોલેજના કેટલાક વિધાર્થીઓ ના પાસ અહીંયા નિકળ્યા હશે તો એ ખોટું છે, નિયમ મુજબ નથી પરંતુ પાસ બારી પર અમુક કર્મચારી નવા હોવાથી આવું બન્યું હશે તો હું આ બાબતે તપાસ કરી આગળ પગલા લઇશ.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
