<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

વડોદરા ટ્રાફિક પોલીસની ઝુંબેશ: મર્યાદાથી વધુ વિદ્યાર્થી બેસાડતા 406 સ્કૂલ વાન અને રીક્ષાચાલકો સામે કાર્યવાહી

વાહનચાલકોને ટ્રાફિના નિયમોનું પાલન કરવા પણ અપીલ કરાઇ

વડોદરા :શહેરમાં મર્યાદા કરતા વધારે પ્રમાણમાં બાળકોને સ્કૂલ વાહન અને રિક્ષામાં બેસાડવામાં આવતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં અત્યાર સુધીમાં 406 સ્કૂલ વેન અને રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ઉપરાંત વાહનચાલકોને ટ્રાફિના નિયમોનું પાલન કરવા પણ અપીલ કરાઇ છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લઇ જવા માટે રિક્ષા અને વાન દોડતી હોય છે. પરંતુ આ વાહનોના ચાલકો દ્વારા નિયત કરેલી મર્યાદા કરતા વધારે માત્રામાં બાળકોને બેસાડતા હોય છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા આવી સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો સાથે અગાઉ મીટિંગ કરી હતી અને મર્યાદા કરતા વધાર બાળકો રિક્ષા અને વાનમાં નહીં બેસડાવા તેવી સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત ચાલકોએ તેમન વાહનમાં આરટીઓ પાસિંગ કરાવવા, વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્સ, પરમીટ, પીયુસી, ફિટનેશ હોવા જોઈએ, ડ્રાઈવર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવુ જોઇએ, સ્કૂલના રિક્ષા અને વાન પર સ્કૂલ રિક્ષા-વેન અવશ્ય લખવુ. સારવારની પેટી રાખવી, અગ્નિશામક સાધનો, સ્કૂલ વાન રિક્ષામા દફ્તર લટકાવવા નહી, તેમજ બાળકોની સલામિત માટે સૂચના અપાઇ હતી.

ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને શહેરમાં આવેલી સ્કૂલોના વાહનોમાં સ્કૂલના બાળકોના વાહનમાં વાહનવ્યવહાર કમિશનર દ્વારા નક્કી કરાયેલી મર્યાદા કરતા વધારે બાળકો બેસાડેલા હોય તેવા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ હતી. જેમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર 406 સ્કૂલ વેન રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરાઇ છે.

(1:10 PM IST)