તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
મોડીરાત્રે અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે અથડામણ :હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત
ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થયો:ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડયા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ :વાહનોને પણ નુકસાન:જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના જવાનો સ્ટેન્ડ ટુ

અરવલ્લીમાં આવેલા મેઘરજનગરમાં જૂથ અથડામણ થઈ હતી. તેમાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો. ત્યારે મેઘરજનગરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ કિસ્સામાં ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થયો હતો. ત્યારે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ અથડામણમાં હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાહર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડયા હતા અને હાલમાં મેઘરજમાં અજંપાભરી સ્થિતિ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ નોંધી છે અને સામસામે પક્ષે ગુનો નોંધ્યો છે.
મેઘરજમાં ધાર્મિક સ્થાન પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી જેના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી,પોલીસે હાલમાં મેઘરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે આ જૂથ અથડામણમાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને વાહનોને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.અરવલ્લી જિલ્લાની અલગ-અલગ પોલીસ સ્ટેશનની પોલીસને હાલમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જૂથ અથડામણ કેમ થઈ તેની પાછળનું કારણ અકબંધ છે. પરંતુ પોલીસે હાલમાં સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી દીધો છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
