<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

અમદાવાદ એરપોર્ટ બન્‍યું ગોલ્‍ડ સ્‍મગલિંગ હબઃ ૮ મહિનામાં અધધ ૪ર કરોડનું દાણચોરીનું સોનું પકડાયું

અમદાવાદ તા. ૭: ગોલ્‍ડ સ્‍મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા ૮ મહિનામાં ૪ર કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્‍ટમના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, એપ્રિલથી નવેમ્‍બર ર૦ર૪ દરમિયાન કસ્‍ટમ વિભાગે ૧૧૩ કેસ કરીને ૬૩ કિલો સોનું જપ્‍ત કર્યું છે કે જેની આંતરરાષ્‍ટ્રીય બજારના ભાવ પ્રમાણે કિંમત ૪ર કરોડ થાય છે. કસ્‍ટમ્‍સ વિભાગે સોનાની દાણચોરી કરતા ર૩ લોકોની ધરપકડ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

કસ્‍ટમ્‍સ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર ૩ પેસેન્‍જરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પાસેથી ૭.પ કિલો નશીલા પદાર્થનો જથ્‍થો જપ્‍ત કરીને એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ હાલમાં દુબઇ સહિતનાં સ્‍થળેથી દાણચોરીનું સોનું લાવવાના સ્‍પોટ તરીકે કુખ્‍યાત થઇ રહ્યું છે ત્‍યારે આヘર્યની વાત એ છે કે, કસ્‍ટમ્‍સ વિભાગ પાસે પોતાના સ્‍નિફર ડોગ્‍સ નથી. સ્‍નિફર ડોગ્‍સ હોય તો કોઇપણ શંકાસ્‍પદ સામાન સૂંઘીને તરત કસ્‍ટમ્‍સના સ્‍ટાફને એલર્ટ કરી શકે. કસ્‍ટમ વિભાગ હાલ સીઆઇએસએફ કે પોલીસના સ્‍નીફર ડોગની મદદથી પેસેન્‍જર્સના બેગેજની તપાસ કરે છે.

(3:04 PM IST)