તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
તાપી જિલ્લામાં 2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકો ઘરની બહાર દોડયા
સોનગઢમાં આંચકો અનુભવાયો : જૂના ગામ. પીપળ ફળીયુ. ડેપો ફળીયુ.તેમજ મેઈન બજાર વિસ્તારમાં ધરતી ધ્રુજી : કેન્દ્રબિંદુ સોનગઢથી ૫ કીમી દુર

તાપી જિલ્લાના સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા નગરના જુનાગામ,પીપળ ફળિયું,ડેપો ફળિયું તેમજ મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં સોનગઢ થી 5 કી.મી દૂર ઉકાઈ તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.આ સાથે અહીંના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.મળતી માહિતી પ્રમાણે, આજરોજ એટલે કે તા.7મી ડીસેમ્બર 2024 નારોજ સમય બપોરે 1.18 મિનિટે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.0 નોંધાઈ છે.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા. જો કે, ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
