તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 8th December 2024
InvITs, REITs, અને મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝ પર વર્કશોપ ગાંધીનગફ ખાતે સંપન્ન

"ગાંધીનગર : ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે વૈકલ્પિક નાણાકીય મિકેનિઝમ તરીકે InvITs, REITs, અને મ્યુનિસિપલ ડેટ સિક્યુરિટીઝ" પર વર્કશોપ, જેના આયોજક ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) હતા, જે આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ગાંધીનગર ખાતે યોજાયેલી આ ઇવેન્ટમાં પોલીસી મેકર્સ, નાણાકીય વિશેષજ્ઞો, Stakeholders અને રોકાણકારો એકત્ર થયા હતા, જેમણે 2047 સુધીમાં "વિકસિત ભારત"ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આલ્ટર્નેટીવ ફાઇનાન્સિંગ ની નવી તકો શોધવામાં આવી.
કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ખાનગી મૂડીનો લાભ લેવા, આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને શહેરી વિકાસની સસ્ટેનીબીલીટીને વધારવા માટે Infrastructure Investment Trusts (InvITs), Real Estate Investment Trusts (REITs), અને મ્યુનિસિપલ ડેબ્ટ સિક્યુરિટીઝ જેવા વૈકલ્પિક નાણાકીય સ્ત્રોતની મુખ્ય ભૂમિકા છે.
SEBIના Whole-time સભ્ય અશ્વની ભાટિયાએ મૂડી બજારની વધતી જતી શક્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે તેના પ્રચંડ સંભવિત પાયાની અસર પર પ્રકાશ પાડ્યો. IFSCAના અધ્યક્ષ કે. રાજારામન, IAS એ રોકાણકારોને આત્મવિશ્વાસ આપવા માટેના સોફ્ટ પાસાઓ, જેમ કે વ્યવસાયમાં સરળતા, સ્ટેબલ કોન્ટ્રાકટ મીકેનીઝેમ અને વહીવટી ક્ષમતાનું મહત્વ વ્યક્ત કર્યું. GRITના CEO શ્રીમતી એસ. અપર્ણા, IAS એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ટેકનોલોજી, માનવશક્તિ વિકાસ અને શહેરી ક્ષેત્રોમાં રોકાણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
વર્કશોપમાં 130 કરતાં વધુ પ્રતિનિધિઓ અને ઉદ્યોગ વક્તાઓએ ભાગ લીધો હતો અને વિવિધ સેશન્સમાં વાસ્તવિક કેસ સ્ટડીઝ અને વ્યાપક કવરેજના કારણે એ બધાને ખૂબ જ પસંદ આવ્યું.
ખાનગી રોકાણનો લાભ લેવા, પારદર્શકતામાં વધારો કરીને અને સસ્ટેનીબીલીટીને પ્રોત્સાહિત કરીને, આ નાણાકીય સાધનો દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગના માર્ગને અગત્યતા આપવા માટે તૈયાર છે.
કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી કે આ નાણાકીય સાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કાર્યક્ષમ, ટકાઉ અને સ્કેલેબલ દ્રષ્ટિકોણ પ્રદાન કરશે, જે પરંપરાગત નાણાકીય મિકેનિઝમ પર આધાર ઘટાડશે.
આ ઇવેન્ટ સરકારી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ અને ખાનગી રોકાણકારો વચ્ચે ભવિષ્યમાં સહયોગ માટે એક યોગ્ય પ્લેટફોર્મ તરીકે ઉભરી. જેમ ભારત શહેરીકરણ તરફ આગળ વધે છે અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી માંગનો સામનો કરે છે, તેમ આ વૈકલ્પિક નાણાકીય મિકેનિઝમ ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્રશ્યમાનમાં મુખ્ય ભૂમિકા ભજવવા તૈયાર છે.
વર્કશોપના કેટલાક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
InvITs ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ખાનગી મૂડી આકર્ષવા માટે મજબૂત મિકેનિઝમ તરીકે ઉભર્યા છે. પેનલ ચર્ચાઓમાં InvITsની ભૂમિકા પર ભાર મૂકાયો હતો કે તે રોકાણકારો માટે લાંબા ગાળાના, સ્ટેબલ વળતર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સને તેમની સંપત્તિનું મૂલ્ય અનલોક કરવા સક્ષમ બનાવે છે.
પેનલિસ્ટોએ આ વૈકલ્પિક નાણાકીય મિકેનિઝમના વૈશ્વિક અને રાષ્ટ્રીય મહત્વ પર ચર્ચા કરી. InvITs અને REITs દર વર્ષે સામાન્ય રીતે 7% થી 9% સુધી અનુમાનિત વળતર આપે છે, જે નાણાકિય સ્ટેબલ વળતર શોધી રહેલા રોકાણકારોને આકર્ષે છે.
REITs, જે રોકાણકારોને વ્યાવસાયિક રિયલ એસ્ટેટમાં રોકાણ માટે નાણાં એકત્રિત કરવા માટે સક્ષમ બનાવે છે, તેમને મોટા પાયે શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ માટે આદર્શ વિકલ્પ તરીકે ઓળખવામાં આવ્યા.
મ્યુનિસિપલ ડેટ સિક્યુરિટીઝના પરિચય અને વિસ્તરણને શહેરો અને સ્થાનિક સરકારો માટે મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે નાણાં ભંડોળ કરવા માટેના પરિવર્તનકારી પગલા તરીકે જોવામાં આવ્યા.
મ્યુનિસિપલ બોન્ડ્સના પ્રસાર દ્વારા તેઓ સીધા મૂડીબજારમાં પ્રવેશ મેળવી શકે છે અને પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, માર્ગ વિકાસ અને જાહેર પરિવહન જેવા મહત્વના પ્રોજેક્ટ્સ માટે નાણાં ભંડોળ એકત્ર કરી શકે છે.
નિષ્ણાતોએ સંમતિ વ્યક્ત કરી કે મ્યુનિસિપાલિટીઝએ તેમની નાણાકીય વિશ્વસનીયતા મજબૂત બનાવવી જોઈએ અને વધુ મોટા રોકાણકારોને આકર્ષવા માટે નાણાકીય માહિતીના ખુલાસાની પારદર્શકતા સુનિશ્ચિત કરવી જોઈએ.
ગુજરાતના સંદર્ભમાં, કોન્ફરન્સમાં એ ચર્ચા કરવામાં આવી કે વૈકલ્પિક નાણાકીય મિકેનિઝમ માત્ર સાધનો નહીં પરંતુ પરિવર્તન માટે સક્ષમ બનાવતા માધ્યમ છે.
"વિકસિત ગુજરાત 2047"ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે, આ કાર્યશાળાએ InvITs અને REITs દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ માટે નવા મિકેનિઝમ ખોલ્યા. આ વર્કશોપના અનુસંધાન તરીકે, ફીઝીબીલીટી અને ક્ષેત્ર-વાર વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) તૈયાર કરવા વિચારણા થઇ શકે છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
