News of Sunday, 8th December 2024
નસબંધીના તમામ 28 ઓપરેશનની તપાસ કરાશે :કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી.
નવી સેઢાવી આરોગ્ય કેન્દ્નના હેલ્થ વર્કર સસ્પેન્ડ :કુલ 8 આરોગ્ય ઓફિસર-કર્મચારીઓને કારણ દર્શક નોટિસ

ગુજરાતમાં નસબંધીકાંડમાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. હેલ્થ વર્કસે ટાર્ગેટ પુરો કરવા માટે અપરણિત યુવકનું નસબંધીનું ઓપરેશન કર્યું હોવાનો ખુલાસો થયો હતો. જેના પગલે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. નસબંધીના તમામ 28 ઓપરેશનની તપાસ હાથ ધરવામાં આવશે.
નવી સેઢાવી આરોગ્ય કેન્દ્નના હેલ્થ વર્કર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ 8 આરોગ્ય ઓફિસર-કર્મચારીઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી હોવાનું નિવેદન આરોગ્ય અધિકારી આપી રહ્યાં છે. આ સાથે જ આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે તેમણે કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી. આ અગાઉ આરોગ્ય અધિકારીએ એક ઈન્ટરવ્યુમાં ટાર્ગેટ વગર કર્મચારી કામ ન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.અપરણિત વ્યક્તિની નસબંધી કરી શકાય નહીં તેવું નિવેદન પણ આરોગ્ય અધિકારીએ આપ્યુ હતુ
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
